કામદારો માટે વધારે મદદ

જો તમને કામ પર ચિંતાઓ – રાષ્ટ્રિય લઘુત્તમ વેતન (નેશનલ મિનિમમ વેજ) કરતાં ઓછો પગાર, કામના લાંબા કલાકો/કામના સમયને લગતી સમસ્યાઓ હોય, અથવા એમ્પ્લોયમેન્ટ એજન્સી કે ગેંગ માસ્ટર સાથે કોઈ સમસ્યાઓ હોય – તો પે એન્ડ વર્ક રાઈટ્સ હેલ્પલાઈનને  0800 917 2368 પર ફોન કરો.

જો તમે ભાડાના મકાનમાં રહેતાં હો અને બોઈલર અથવા કૂકર જેવાં ગેસથી ચાલતાં સાધનો વાપરતાં હો, તો તેમને સલામત રાખવાની તમારા મકાનમાલિકની ફરજ છે. વધારે વિગતો માટે ઘરેલૂ ગેસનાં સાધનો વિશે અવારનવાર પૂછવામાં આવતા પ્રશ્નોની પત્રિકા જુઓ. જો તમને સ્થળાંતરકારી (માઈગ્રન્ટ) કામદારોને આપવામાં આવતાં ભાડાનાં રહેઠાણનાં ધોરણની બીજી બાબતો વિશે ચિંતા હોય, તો તમારી સ્થાનિક કાઉન્સિલના હાઉસિંગ વિભાગનો સંપર્ક કરો.

જો તમે કામના સ્થળે આરોગ્ય અને સુરક્ષા વિશે કોઈ ફરિયાદ કરવા માગતાં હો તો અમે તમને તે વિશે માહિતી અને સલાહ આપી શકીએ છીએ, પરંતુ અમારે તમારો કોલ સ્થાનિક HSE ની ઓફિસમાં મોકલવો પડે એવું બને, જેથી ત્યાંના કર્મચારી તેની આગળ તપાસ કરી શકે. જો તમે એવા કોઈ વ્યવસાય માટે કામ કરતાં હો જેના માટે HSE આરોગ્ય અને સુરક્ષાના કાયદાની અમલબજાવણી ન કરાવતી હોય, જેમ કે કોઈ દુકાન, ઓફિસ અથવા મોટાભાગનાં ગોદામો (વેરહાઉસ), તો તે વ્યવસાય જે વિસ્તારમાં આવેલો હશે ત્યાંની લોકલ ઓથોરિટીના સંપર્કની વિગતો આપીશું. તે પછી તમારે તે ઓથોરિટીના એન્વાયરન્મેન્ટલ હેલ્થ વિભાગને તમારી ફરિયાદ કરવા માટે સંપર્ક કરવાનો રહેશે.

બ્રિટીશ એમ્પ્લોયમેન્ટના કાયદા હેઠળ, તમારે કેટલા કલાક કામ કરવું પડશે તેની મર્યાદા, કામ પરથી છૂટ્ટી મળવી, આરામના સમય તેમજ પગાર સાથેની વાર્ષિક રજાઓ વગેરે જેવા બીજા મૂળભૂત અધિકારો તમને મળે છે. 

કામ પર તમારી શરતો અને નિયમો વિશે માહિતી માટે, સંપર્ક કરો

ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ ઈનોવેશન સ્કિલ્સ (The Department for Business Innovation and Skills (BIS)) દ્વારા પણ રોજગારના અધિકારો ઉપર માર્ગદર્શન બહાર પાડવામાં આવેલ છે.

રજાઓ મેળવવી, કામ પરથી છૂટ્ટી મળવી, બીમારીની રજા, માતૃત્વ માટેની (મેટરનિટી) અને પિતૃત્વ માટેની (પેટરનિટી) રજાઓ વિશે વધારે માર્ગદર્શન GOV.UK પરથી મળી શકે છે.

જો તમે A2 (બલ્ગેરીયન અને રોમેનિયન) વર્ક પરમિ ટો/એક્સેશન વર્કર કાર્ડ્સ વિશે કોઈ સામાન્ય પૂછપરછ કરવા માગતાં હો તો બોર્ડર એન્ડ ઈમિગ્રેશન એજન્સીના કસ્ટમર કોન્ટેક્ટ સેન્ટરનો અહીં સંપર્ક કરો Border and Immigration Agency Customer Contact Centre, UK Border Agency, PO Box 3468, Sheffield S3 8WA (અથવા ફોન કરો 0114 207 4074).

વધારે માહિ તી માટે ઉપયોગી સંપર્કો જુઓ

 
Updated: 2021-01-20