કામદારો માટે સલાહ
- તમામ કામદારોને બ્રિટિશ હેલ્થ એન્ડ સેફ્ટી લો (આરોગ્ય અને સુરક્ષાના કાયદા) હેઠળ એક સરખું રક્ષણ મળે છે, પછી તેઓ અહીં કાયદેસર કામ કરતાં હોય કે નહિ.
- તમારા એમ્પ્લોયરે (તમને કામ પર રાખનાર માલિકે) તમારા આરોગ્ય, સુરક્ષા અને સુખાકારીનું રક્ષણ કરવું જ જોઈએ.
- દરેક કામદારનો અધિકાર છે કે તેમના કામના સ્થળ પર તેમના આરોગ્ય અને સુરક્ષા પરનાં જોખમોનું યોગ્ય રીતે નિયંત્રણ રાખવામાં આવતું હોય.
- તમને કોણ કામ પર રાખે છે તે જાણવાનો તમને અધિકાર છે. જો તમને ખબર ન હોય - તો પૂછો.
- ગ્રેટ બ્રિટનના આરોગ્ય અને સુરક્ષાના કાયદા હેઠળ એવી કેટલીક બાબતો છે જે તમારે કરવાની જરૂરી છે.
તમારા એમ્પ્લોયરે શું કરવું જ જોઈએ
સામાન્ય
- તમારા કામ સાથે જોડાયેલ હોય તેવાં તમારા આરોગ્ય અને સુરક્ષા પરનાં કોઈ પણ જોખમો વિશે તમને જણાવવું.
- તેમની પાસે Employers' Liability Compulsory Insurance (ફરજિયાતપણે હોવો જરૂરી એવો એમ્પ્લોયર તરીકેની જવાબદારીનો વીમો) છે તે બતાવતું સર્ટિફિકેટ દેખાય તેવી રીતે લગાવવું.
માહિતી અને તાલીમ
- સલામતીપૂર્વક તમે કામ કરી શકો તે માટે તમને જોઈતી માહિતી, સૂચના તેમજ તાલીમ તમને આપવાં અને તમને તેમાં સમજ પડી હોવાની ખાતરી કરવી – તે અંગ્રેજીમાં હોય એવું જરૂરી નથી.
- તમારા કામના સ્થળે લગાવવામાં આવેલી સુરક્ષાને લગતી કોઈ પણ નિશાનીઓ તમને સમજાઈ છે તેની ખાતરી કરવી.
- તમે કોઈ અનુભવી સુપરવાઈઝર (ઉપરી વ્યક્તિ) સાથે હંમેશાં વાત કરી શકો છો અને તમે બંને એકબીજાની વાત સમજી શકો છો તેની ખાતરી કરવી.
સાધનો અને કપડાં
- તમને યોગ્ય તાલીમ આપવામાં ન આવે ત્યાં સુધી તમને ડ્રાઈવ ન કરવા દેવું અથવા કોઈ મશીનો ચલાવવાં ન દેવાં.
- તમારે વાપરવાની જરૂર પડે તેવાં કોઈ પણ સાધનો તે માટે યોગ્ય અને સારી રીતે ધ્યાન રખાયેલાં હોય તેની ખાતરી કરવી.
- જો જરૂર પડે તો, તમને સુરક્ષાત્મક સાધનો કે કપડાં (મફત) આપવાં, જે જો તમારે બહાર કામ કરવું પડે તેમ હોય તો તમને હૂંફાળાં રાખે તેવાં અને/અથવા પાણીથી ભીંજાય નહિ તેવાં (વોટરપ્રૂફ) હોવાં જોઈએ.
તમારી સુખાકારી
- તમારે વાપરવા માટે કામના સ્થળે પૂરતી ટોઈલેટની અને હાથ ધોવાની સગવડો હોય, અને પીવા માટેનું ચોખ્ખું પાણી હોય તેની ખાતરી કરવી.
- તમને ઈમર્જન્સીમાં પ્રાથમિક સારવાર (ફર્સ્ટ એઈડ) મળી શકે તેમ હોય તેની ખાતરી કરવી.
- કોઈ પણ ઈજા, બીમારી અથવા જોખમી પરિસ્થિતિ ઊભી થઈ હોય તો તેની નોંધ રાખવામાં આવે અને તે વિશે હેલ્થ એન્ડ સેફ્ટી એક્ઝેક્યૂટિવ (HSE)ને જાણ કરવામાં આવે.
સ્ત્રીઓ અને યુવાન લોકો
- માતા બનવાની ઉંમરની સ્ત્રીઓ પર કોઈ જોખમો ઊભાં થતાં હોવાનો વિચાર કરવો, ખાસ કરીને જો તેઓ સગર્ભા હોય અથવા સ્તનપાન કરાવતાં હોય. જો તમે સગર્ભા હો, સ્તનપાન કરાવતાં હો અથવા છેલ્લા છ મહિનામાં બાળકને જન્મ આપ્યો હોય તો તમારે તમારા એમ્પ્લોયરને તેની (લેખિત) જાણ કરવી જોઈએ; અને
- 18 વર્ષથી નાની ઉંમરનાં કામદારોની જરૂરતોનો વિચાર કરવો અને જરૂર પડે તો તેમની સુરક્ષા માટેનાં બીજાં વધુ પગલાં લેવાં.
કામદાર (એમ્પ્લોઈ) તરીકે તમારે શું કરવું જ જોઈએ
- તમે કામ પર જે કંઈ પણ કરો તેનાથી તમને અથવા બીજાં લોકોને જોખમ ઊભું ન થાય તેની ખાતરી કરો
- કામના સ્થળે આરોગ્ય અને સુરક્ષાનાં જોખમો ઓછાં કરવામાં તમારા એમ્પ્લોયરની મદદ કરો
- કામનાં કોઈ પણ સાધનો તમને જે પ્રમાણે તાલીમ આપવામાં આવેલી હોય તે મુજબ વાપરો
- તમારા આરોગ્ય અને સુરક્ષા માટે આપવામાં આવેલ કોઈ પણ વસ્તુનો યોગ્ય રીતે ઉપયોગ કરો
તમારા આરોગ્ય અને સુરક્ષા અંગે જો તમને ચિંતા હોય તો શું કરવું
- તમારા એમ્પ્લોયર, મેનેજર અથવા સુપરવાઈઝર સાથે વાત કરો.
- જો તમારે ત્યાં સુરક્ષાને લગતા પ્રતિનિધિ (સેફ્ટી રીપ્રેઝન્ટેટીવ) હોય તો તેમની સાથે વાત કરો.
બ્રિટિશ કાયદા હેઠળ, તમારે કેટલો લાંબો સમય કામ કરવું પડે, રજા લેવી, આરામ માટેના સમય તેમજ પગાર સાથેની વાર્ષિક રજાઓ જેવા બીજા કેટલાક મૂળભૂત અધિકારો મળે છે.
- કામદારો માટે 'ઉપયોગી સંપર્કો' જુઓ
વિદેશથી આવેલાં કામદારો માટે HSE એ ખિસ્સામાં રાખી શકાય તેવું એક કાર્ડ બનાવ્યું છેઃ
આમાં યુકેના આરોગ્ય અને સુરક્ષાના કાયદા હેઠળ તમારા અધિકારો અને જવાબદારીઓ વિશેની પાયાની તેમજ આવશ્યક માહિતી પૂરી પાડવામાં આવી છે – આ માહિતી તમામ ઉદ્યોગોને લાગુ પડે છે.
તેને અનેક જુદી જુદી ભાષાઓમાં ભાષાતંર કરવામાં આવેલી છે.
અમારાં બીજાં પણ અનેક પ્રકાશનોનું ઈંગ્લીશ સિવાયની બીજી ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવેલું છે. તે ભાષાઓની વેબસાઈટ પરથી મેળવી શકાશે.
આ પાનું અનુવાદ
- English
- Polski / Polish
- Pусский язык / Russian
- ਪੰਜਾਬੀ / Punjabi
- 中文 / Chinese
- Română / Romanian
- اردو / Urdu
- বাংলা/ Bengali
- Português / Portuguese
- Türkçe / Turkish
- हिंदी / Hindi
- Lietuviškai / Lithuanian
- Čeština / Czech
- Slovensky / Slovak
- کورد / Kurdish
- Shqip / Albanian
- Latviešu / Latvian
- عربي / Arabic