આ વેબસાઈટ વિશે

સ્થળાંતરકારી (માઈગ્રન્ટ) કામદારો માટેની HSE ની આ વેબસાઈટ વિદેશથી આવેલાં કામદારો તેમજ તેમના એમ્પ્લોયરોને કામના સ્થળ પર આરોગ્ય અને સુરક્ષાને લગતી આવશ્યક માહિતી, માર્ગદર્શન તેમજ સલાહ પૂરી પાડવા માટે બનાવવામાં આવી છે.  

વિદેશથી આવેલાં કામદારોની હેરાનગતી તેમજ શોષણ થવાની સંભાવના અંગે સરકાર ચિંતિત છે. HSE તમામ કામદારો માટે તેમના આરોગ્ય અને સુરક્ષામાં સુધારો કરવા પ્રતિ કટીબદ્ધ છે, પછી તેમની રોજગારને લગતી કે ઈમિ ગ્રશનની સ્થિતિ કોઈ પણ હોય.

આ વેબપેજીસ (વેબસાઈટનાં પાનાં) ખાસ કરીને એ સમજાવવા માટે તૈયાર કરવામાં આવ્યાં છે કે વિ દેશથી અહીં આવીને કામ કરતાં લોકોનું આરોગ્ય અને સુરક્ષાનો કાયદો કેવી રીતે રક્ષણ કરે છે. તેમાં બ્રિટિશ હેલ્થ એન્ડ સેફ્ટી લો (આરોગ્ય અને સુરક્ષાના કાયદો) હેઠળ એમ્પ્લોયરો (કામ પર રાખનારાં માલિકો) તેમજ કામદારોની ભૂમિકા અને જવાબદારીઓ વિશે પણ આવશ્યક માર્ગદર્શન આપવામાં આવેલું છે.

તમામ કામદારોને બ્રિ ટિ શ આરોગ્ય અને સુરક્ષાના કાયદા હેઠળ એક જ સરખા પ્રમાણમાં રક્ષણ મળે છે, પછી તેઓ અહીં કામ કરવા માટે હકદાર હોય કે ન હોય. તે એમ્પ્લોયરોને, સ્વ-રોજગારીઓ, લોકોને રોજગાર આપતા ધંધાઓ (એજન્સીઓ અને ગેંગમાસ્ટરો સહિત) તેમજ કામદારોને લાગુ પડે છે, તેઓ ફૂલ-ટાઈમ, પાર્ટ-ટાઈમ અથવા કામચલાઉ કોન્ટ્રાક્ટ પર – દાખલા તરીકે 'એજન્સી' કામદાર તરીકે - કામ કરતાં હોય તો પણ.

આ વેબસાઈટ પરની માહિતી એમ્પ્લોયરો તેમજ કામદારો બંનેને ઉપયોગી નીવડશે.

બ્રિ ટનની બહારથી આવેલાં કામદારોને એવાં કામો કરવાં પડે જેમાં તેમણે પોતે અપરિચિત હોય એવાં કોઈ જોખમોનો સામનો કરવો પડે અને એવા કાર્યકારી વાતાવરણ અને પરિસ્થિતિઓમાં કામ કરવું પડે જે તેમના વતન દેશ કરતાં કદાચ જુદું હોય.

આરોગ્ય અને સુરક્ષા વિશેની અધિકૃત માહિતી માટે, જે તે નિશ્ચિત બાબત પર માર્ગદર્શન આપતા લખાણમાં આપેલી લિન્ક્સ અનુસરો અને તેને લાગતાવળગતા કાયદાનો સંદર્ભ મેળવો.

અમારાં અનેક પ્રકાશનોનું ઈંગ્લીશ સિવાયની બીજી ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવેલું છે. તે નીચેની લિન્ક પરથી ડાઉનલોડ કરી શકાશે.

 
Updated: 2021-01-20