Health and Safety Executive

કામદારોની વધુ સહાયતા માટે

જો તમને રોજગાર સંબંધિત વધુ માહિતી જોઈતી હોય - જેમ કે l‚Guw‚m‚ રાષ્ટ્રીય રોજી કરતાં ઓછી રોજી, કામકાજનો અત્યંત લાંબો સમય/કામકાજના સમય અંગેના પ્રશ્નો, અથવા રોજગાર એજન્સી કે ગેંગમાસ્ટર સાથેની સમસ્યાઓ - તો પે એન્ડ વર્ક રાઈટ્સ(મહેનતાણું અને અધિકારો)-ની હેલ્પલાઈનનો 0800 917 2368 પર સંપર્ક કરશો.

જો તમે બોઈલર અથવા કૂકર જેવાં ગેસ સંચાલિત ઉપકરણો ધરાવતાં ઘરમાં ભાડે રહેતા હો, તો તે ઉપકરણોને સલામત રાખવાની ફરજ તમારા ઘરમાલિકની રહે છે. વધુ વિગતો માટે જુઓઘરવપરાશના ગેસ અંગેના વારંવાર પૂછાતા પ્રશ્નો.

જો સ્થળાંતરિત કામદારોને પૂરી પાડવામાં આવેલી ભાડુઆતી નિવાસ વ્યવસ્થાના અંગેનાં અન્ય ધોરણો અંગે તમે ચિંતિત હો, તો તમારી સ્થાનિક કાઉન્સિલના આવાસ વિભાગનો સંપર્ક કરશો.

જો કાર્યસ્થળની આરોગ્ય અને સલામતી વિષયક પરિસ્થિતિ માટે તમે ફરિયાદ કરવા ઇચ્છતા હો, તો અમે તમને માહિતી અને સલાહ આપી શકીશું, પણ તમારો ફોન અમારે સ્થાનિક HSE કાર્યાલય પર મોકલી આપવાની જરૂર પડે તેમ બની શકે, જેથી ત્યાંનો સ્ટાફ આગળ વધુ તપાસ આદરી શકે. જો તમે દુકાન, કાર્યાલય અથવા મોટા ભાગની વખાર, જેવા ધંધામાં કામ કરતા હો, કે જયાં HSEના આરોગ્ય અને સલામતી કાયદાઓ લાગુ પડતા ન હોય, તો અમે તમારી કામ કરવાની જગ્યા જયાં આવેલી હોય તે વિસ્તારના સ્થાનિક શાસનની સંપર્ક વિગતો આપીશું. તે પછી તમારે જે-તે સ્થાનિક શાસનના પર્યાવરણ-આરોગ્ય વિભાગમાં તમારી ફરિયાદ માટે સંપર્ક કરવાનો રહેશે.

રિટિશ રોજગાર કાયદા હેઠળ, તમારે કેટલા કલાકો કામ કરવું તેની મર્યાદાઓવિશ્રામ સમયો અને પગાર સહિતની વાર્ષિક રજાઓ જેવા અન્ય કેટલાક મૂળભૂત અધિકારો પણ તમે ધરાવો છો.

  • તમારા કામ અંગેની શરતો અને નિયમો વિશે વધુ માહિતી મેળવવા, સંપર્ક કરશોઃAdvisary, Conciliation and Arbitration Service (એડવાઈઝરી, કન્સિલિએશન એન્ડ આર્બિટ્રેશન સર્વિસ)(ACAS)ની National Helpline રાષ્ટ્રીય હેલ્પલાઈનનો ACAS વેબસાઈટનો ઉપયોગ કરીને ઈમેલ કરી શકો.
  • તમારા સ્થાનિક Citizens Advice Bureau (સિટિઝન્સ એડવાઈઝ બ્યુરો) (ટેલિફોન બુકમાંથી સંપર્ક વિગતો મેળવી શકશો)
  • Trade Union movement (ટ્રેડ્સ યુનિયન અભિયાન). TUCની તમારા અધિકારો જાણો-ની હેલ્પલાઈનનો 0870 600 4882 પર સંપર્ક કરો.

યુકેમાં કામ કરવું: તમારા અધિકારો અને કયાંથી મદદ અને સલાહ મેળવવી તે જાણો-માં The Department for Business Innovation and Skills (બિઝનેસ ઈનોવેશન એન્ડ સ્કિલ્સ) (BIS - વેપારમાં નવીનતા અને કૌશલ્યો) માટેના વિભાગે રોજી અને રજા મેળવવાના હક વિશે વધુ માર્ગદર્શન આપ્યું છે.

યુરોપિયન યુનિયન્સ એજન્સી વર્કર્સ ડાયરેકિટવ હેઠળ, એજન્સી કામદારોને વધુ અધિકારો આપવા માટે બિઝનેસ ઈનોવેશન એન્ડ સ્કિલ્સ માટેનો વિભાગ નવા દાખલ કરશે (ઓકટોબર 2011માં). જેઅંગે વિચાર થઈ રહ્યો છે તેની વધુ માહિતી માટે એજન્સી કામદારો માટે વધુ ન્યાયી ગોઠવણ..

Jજો તમારી વર્ક પરમિટ અંગે, અથવા A8 વર્કર્સ રજિસ્ટ્રેશન સ્કીમ અંગે અથવા A2 બ્લગેરિયન અને રોમાનિયન વર્ક પરમિટો/વધારાના કામદાર કાર્ડ અંગે કશું પૂછવું હોય તો તમે Border and Immigration Agency (બોર્ડર અને ઈમિગ્રેશન એજન્સી),કસ્ટમર કોન્ટેકટ સેન્ટર, UK Border Agency, Po Box 3468, Sheffield S3 8WA (યુકે બોર્ડર એજન્સીપો.ઓ. બોકસ 3468, શેફફિલ્ડ S3 8WA) (અથવા ટેલિફોન 0114 207 4074) પર સંપર્ક કરી શકો છો.

ઉપયોગી સંપર્કો


Directgov - Business Link

Updated: 16.09.10