કામદારો માટે સલાહ
- રિટિશ આરોગ્ય અને સલામતી કાયદા હેઠળ તમામ કામદારોને સમાન સુરક્ષા મળે છે, પછી તેઓ અહીં કાયદેસર રીતે કામ કરતા હોય કે ગેરકાયદેસર રીતે
- તમારા નોકરીદાતાએ આરોગ્ય, સલામતી અન
- દરેક કામદારને એવું કાર્યસ્થળ મેળવવાનો અધિકાર છે, જયાં આરોગ્યને લગતાં જોખમો અને સલામતી માટે યોગ્ય કરવામાં આવેલું હોય.
- તમને કોણ નોકરી આપી રહ્યું છે તે જાણવાનો તમને અધિકાર છે. જો તમને ખબર ન હોય તો - પૂછો.
- ગ્રેટ બ્રિટનના આરોગ્ય અને સલામતી કાયદા હેઠળ તમારે કેટલીક વસ્તુઓ કરવી આવશ્યક છે.
તમારા નોકરીદાતાએ શું કરવું આવશ્યક છે
સામાન્ય
- તમારી નોકરી સાથે જો તમારા આરોગ્ય અને સલામતીને લગતાં કોઈ પણ જોખમો સંકળાયેલા હોય તો તે તમને જણાવવા.
- તેમની પાસે એમ્પ્લોયર્સ લાયબલિટી કમ્પ્લસરી ઈન્સ્યોરન્સ (ફરજિયાત વીમા માટેનું નોકરીદાતાનું ઉત્તરદાયિત્વ)નું પ્રમાણપત્ર છે, તે તમને બતાવવું.
માહિતી અને તાલીમ
- તમે સલામતીપૂર્વક કામ કરી શકો તે માટે તમને માહિતી, સૂચનાઓ અને તાલીમ આપવા અને તમને એ બરાબર સમજાયા છે તેની ખાતરી કરવી - તે અંગ્રેજીમાં હોવા જરૂરી નથી.
- તમારા કાર્યસ્થળ પરના કોઈ પણ સલામતી સંકેત/પાટિયાં તમે સમજી શકો છો તેની ખાતરી કરવી.
- તમે હંમેશાં કોઈક અનુભવી સુપરવાઈઝર સાથે વાત કરી શકો અને તમે બંને એકબીજાને સમજી શકો તે માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવી.
સાધનસામગ્રી અને પહેરવેશ
- જ્યાં સુધી તમને યોગ્ય તાલીમ મળી ન હોય ત્યાં સુધી તમને કોઈ પણ મશીનરી ચલાવવાની અથવા હંકારવાની છૂટ ન આપવી.
- તમારે જે સાધનો/યંત્રો વાપરવાના હોય તે યોગ્ય હોય અને તેને યોગ્ય રીતે સારસંભાળ લેવામાં આવી હોય તેની ખાતરી કરવી.
- જો જરૂર હોય તો, તમને સુરક્ષા સાધન અથવા પહેરવેશ જો તમારે બહાર કામ કરવાનું હોય તો તે હૂંફાળો અને/અથવા વોટરપ્રૂફ હોવો જોઈએ.
તમારી સુખાકારી
- તમારા વાપરવા માટે પૂરતાં શૌચાલયો અને હાથ-મોં ધોવાની સુવિધાઓ તેમ જ પીવાના ચોખ્ખા પાણીની સુવિધાઓ ઉપલબ્ધ હોય, તેની ખાતરી કરવી.
- તમને જરૂર પડ્યે તરત જ આપાતકાલિન પ્રાથમિક સારવાર મળી રહે, તેની ખાતરી કરવી.
- કોઈ પણ ઇજાઓ, આરોગ્યની તકલીફ અથવા જોખમી બનાવોની નોંધ રાખવી અને તે હેલ્થ એન્ડ સેફટી એકઝીકયુટીવ(HSE)ને સુપ્રત કરવી.
મહિલાઓ અને યુવાન લોકો
- ગર્ભાધારણની ઉંમર ધરાવતી મહિલાને પહોંચી શકે તેવા કોઈ પણ જોખમને ધ્યાનમાં લેવું, જો તે ગર્ભવતી અથવા ધાવણ કરાવતી માતા હોય તો વિશેષ ધ્યાન આપવું.
- 18 વર્ષથી નીચેના કામદારોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવી.
એક કર્મચારી તરીકે તમારે શું કરવું આવશ્યક છે
- તમે જે કામ કરો છો તેનાથી તમારા પોતાના પર અથવા અન્ય લોકો પર જોખમ ન આવી પડે તેનું ધ્યાન રાખવું.
- કાર્યસ્થળે આરોગ્ય અને સલામતીનાં જોખમો ઓછાં કરવા માટે તમારા નોકરીદાતાને મદદ કરવી.
- તમને તાલીમ આપવામાં આવી હોય તે પ્રમાણે જ કોઈ પણ યંત્ર/સાધનનો ઉપયોગ કરવો.
- તમારા આરોગ્ય અને સલામતી માટે તમને પૂરી પાડવામાં આવેલી વસ્તુઓનો યોગ્ય રીતે ઉપયોગ કરવો.
- જો તમે સગર્ભા, ધાવણ કરાવતી માતા હો, અથવા જો તમે છેલ્લાં છ મહિનાઓ દરમ્યાન બાળકને જન્મ આપ્યો હોય તો તેના વિશે તમારા નોકરીદાતાને લેખિતમાં જણાવશો.
જો તમે તમારા આરોગ્ય અને સલામતી માટે ચિંતિત હો તો શું કરશો
- તમારા નોકરીદાતા, મેનેજર અથવા સુપરવાઈઝર સાથે વાત કરો.
- જો તમારે ત્યાં સલામતી પ્રતિનિધિ હોય તો તેની સાથે વાત કરો.
રિટિશ કાયદા હેઠળ, તમારે સળંગ કેટલા કલાક સુધી કામ કરવું વિશ્રામ સમય અને પગાર સાથેની વાર્ષિક રજાઓ વગેરે બાબતો માટે પણ તમે કેટલાક મૂળભૂત અધિકારો ધરાવો છો.
સ્થળાંતર કરેલા કામદારોને ધ્યાનમાં રાખીને HSEએ એક ખિસ્સા કાર્ડ બનાવ્યું છેઃ
યુકે આરોગ્ય અને સલામતી કાયદા હેઠળ આમાં તમારા અધિકારો અને જવાબદારીઓ અંગે પાયાની અને અગત્યની માહિતી પૂરી પાડવામાં આવી છે આ માહિતી, માત્ર કૃષિ અને ખાદ્ય-બનાવટોને નહીં, પણ તમામ ઉદ્યોગોને લાગુ પડે છે. કેટલીક બીજી ભાષાઓમાં પણ તેને અનુવાદિત કરવામાં આવી છે.
અમારાં omuk પ્રકાશનોને અંગ્રેજી સિવાય અન્ય ભાષાઓમાં અનુવાદિત કરવામાં આવ્યાં છે. તેમને પરથી ડાઉનલોડ કરી શકાશે.