Health and Safety Executive

Biežāk uzdotie jautājumi

શું બ્રિટનમાં કામ કરવા માટે મને અંગ્રેજી બોલતાં કે વાચતાં આવડવું જરૂરી છે?

ના - પણ આરોગ્ય અને સલામતી માટે વપરાતાં સીધાસાદા ચાવીરૂપ શબ્દો અને શબ્દસમૂહો, જેમ કે "ફાયર!" અને "સ્ટોપ!", જે તમારી આજુબાજુના લોકો કટોકટી વખતે વાપરી શકે, તે શીખવાનો પ્રયાસ કરવાનો વિચાર સારો રહેશે

અલબત્ત, આરોગ્ય અને સલામતી કાયદા હેઠળ સામાન્ય રીતે તમને અંગ્રેજી બોલતાં આવડતું હોવાને આવશ્યક લેખવામાં આવતું નથી, છતાં અંગ્રેજી શીખવાથી તમને વાતચીતમાં ઓછી મુશ્કેલી પડશે અને કાર્યસ્થળે તેમ જ બહાર, એમ b‚á‚e જગ્યાઓએ તમને વધુ આત્મવિશ્વાસ અને s‚hel‚Aqનો અનુભવ કરી શકશો.

શું ભાષાની સમસ્યા માટે મને મદદ મળી શકે?

જો તમારે તમારું અંગ્રેજી સુધારવું હોય તો અન્ય ભાષી લોકો માટે અંગ્રેજી (ઈંગ્લિશ ફોર સ્પિકર્સ ઓફ અધર લેંગ્વેજિસ- ESOL)ના કોર્સ ઉપલબ્ધ છે.

કાર્યસ્થળે તમને જેટલા અનિવાર્ય અંગ્રેજીની જરૂર પડી શકે તેમ હોય તે તમને શીખવવા માટેના અભ્યાસક્રમોજેમાં આરોગ્ય અને સલામતી માટેના અભ્યાસક્રમો પણ ઉપલબ્ધ છે. તમારે આવા કોર્સ માટે કંઈક ચૂકવવું પડે તેમ બને, પણ જો તમને અંગ્રેજી બોલતાં અને વાંચતા/લખતા આવડી જાય તો, તેનાથી તમને સલામતીપૂર્વક અને આરોગ્યપ્રદ રીતે કામ કરવામાં આસાની રહેશે, તેમ જ કાર્યસ્થળની સાથે સાથે તમારા રોજિંદા જીવનમાં પણ અનુરૂપ થવામાં અને પ્રગતિ કરવામાં સરળતા રહેશે.

[પાછા ટોચ પર]

શું નોકરીદાતા મારી પાસેથી નિવાસની સગવડ અથવા અંગત સંરક્ષક સાધન (પર્સનલ પ્રોટેકિટવ ઈકિવપમેન્ટ - PPE) પૂરી પાડવા બદલ પૈસા લઈ શકે?

તમે કામ શરૂ કરો ત્યારે કાર્યસ્થળે તમારા આરોગ્ય અને સલામતી જાળવવા માટે જરૂરી એવા કોઈ પણ પ્રકારના સંરક્ષક પહેરવેશ અથવા સાધન માટે નોકરીદાતા તમારી પાસે પૈસા અથવા રિફંડેબલ ડિપોઝિટ લઈ શકે નહીં. નિવાસ સગવડો પૂરી પાડવા બદલ તે રાષ્ટ્રીય અને કૃષિના l‚Guw‚m‚ રોજગાર નિયમન અનુસાર મર્યાદિત પ્રમાણમાં લઈ શકે છે.

[પાછા ટોચ પર]

હું કઈ રીતે HSEને ફરિયાદ કરી શકું અને જો કરું તો તેનાથી શું મારી નોકરી જોખમાશે?

જ્યારે HSE કોઈ ફરિયાદ અંગે તપાસ કરે છે ત્યારે તે ફરિયાદ કરનાર વ્યકિતની ઓળખ છતી કરતી નથી. જે વ્યકિતએ ફરિયાદ કરી હોય તેની મંજૂરી લીધા વિના, નોકરીદાતાને કોઈ ફરિયાદ આવી છે તેવું જણાવવામાં આવતું નથી.

[પાછા ટોચ પર]

શું મારા નોકરીદાતા તરફથી મને કામ કરતી વખતનાં જોખમો સામે આરોગ્ય અને સલામતી સંબંધી તાલીમ/માહિતી મળી શકશે?

હા - તમારા નોકરીદાતાએ જે-તે કામમાં તમારા આરોગ્ય અને સલામતી સામે કેટલાં જોખમો રહેલાં છે તે ચોક્કસ ઓળખવા જોઈએ તેમ જ તેની ગંભીરતા મૂલવવી જોઈએ અને પછી તેને ટાળવા માટે તમારે શું કરવાનું છે તે તમને જણાવવું જોઈએ. તમે તમારું કામ સલામતીપૂર્વક અને તમારા સ્વાસ્થ્યને કોઈ પણ પ્રકારે જોખમમાં મૂકયા વિના કરી શકો તે માટે જરૂરી એવી તમામ માહિતી, સૂચનાઓ અને તાલીમ તમારા નોકરીદાતાએ તમને પૂરા પાડવા જોઈએ.

[પાછા ટોચ પર]

મેં મારી નોકરી એક એજન્સી મારફત મેળવી છે. શું મારા આરોગ્ય અને સલામતી માટે તેઓ જવાબદાર ગણાશે?

તમારા આરોગ્ય અને સલામતીની જવાબદારી kfAc‚ એજન્સી અને જે કંપનીની સાઈટ (sW‚L) પર તમે કામ કરતા હો તેની વચ્ચે વહેંચાયેલી હશે. ઘણા કિસ્સાઓમાં, એજન્સી કરતાં, તમે જે કંપનીની સાઈટ પર કામ કરતા હો, તે કંપની મોટા ભાગની જવાબદારી ઉઠાવતી હોય છે - ખાસ કરીને જ્યારે એ કંપની તમારા કામ પર નિયંત્રણ ધરાવતી હોય તેમ જ તમને નિર્દેશો પૂરાં પાડતી હોય. તેમની ચોક્કસ ભૂમિકાઓ અને જવાબદારીઓ સ્પષ્ટ કરતો હોય તેવો લેખિત કરાર એજન્સી અને કંપની વચ્ચે હોવો જોઈએ, જેથી તમારા આરોગ્ય અને સલામતી જોખમાશે નહીં તેની ખાતરી રહે.

[પાછા ટોચ પર]

જ્યારે હું બ્રિટનમાં કામ કરતો/કરતી હોઉં ત્યારે શું મેં મારા વતનમાં મેળવેલી વ્યાવસાયિક યોગ્યતાઓ સહિતની કોઈ યોગ્યતાઓ અને કૌશલ્યોને હું અહીં તબદીલ અથવા ઉપયોગ કરી શકું?

સામાન્ય રીતે, બ્રિટિશ આરોગ્ય અને સલામતી કાયદાઓ દરિયાપારની યોગ્યતાઓ અથવા કાબેલિયત પરીક્ષણોને માન્ય રાખતા નથી, સિવાય કે તે એ અધિકૃત, રાષ્ટ્રીય-કક્ષાની યોગ્યતા હોય. જો એવું હોય, તો તમારા નોકરીદાતા અહીં યુકેની સક્ષમ અધિકાર સંસ્થા, યુકે નેશનલ રિકગ્નેશન ઈન્ફોર્મેશન સેન્ટર (UK NARIC) પાસેથી તેને સમકક્ષ પ્રમાણિત કરી લાવી શકે છે. જો એવું શકય ન બને, અને જો તમે ચોક્કસ આવડતોની જરૂર હોય તેવા પ્રકારનું કામ (જેમ કે પંજેટીવાળો માલવાહક ટ્રક ચલાવવાનું, અથવા દાંતાવાળી કરવત ચલાવવાનું કામ) કરવાના હો, તો પછી તમારે કસોટી આપવી પડે અને ફરીથી તાલીમ લેવી પડે તેવું બને. તમે જે-તે કામ માટે લાયક-સક્ષમ છો તેની ખાતરી કરવી તે તમારા નોકરીદાતાની કાનૂની ફરજ બનતી હોવાથી આમ કરવું અનિવાર્ય છે.

બાંધકામ ઉદ્યોગમાં, કન્સ્ટ્રકશન સ્કિલ્સ સર્ટિફિકેશન સ્કીમ (CSCS) કાર્ડ એ કામદારની આવડત માટેની ખાતરીપૂર્વકની સાબિતી તરીકે માન્ય છે. બાંધકામ ઉદ્યોગમાં કૌશલ્યો અને તાલીમ અંગે દેખરેખ માટેની જવાબદાર સંસ્થા કન્સ્ટ્રકશન સ્કિલ્સ

[પાછા ટોચ પર]

કાર્યસ્થળે મારા રોજગાર અધિકારો સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે હું શું કરી શકું?

સરકાર દ્વારા અમલીકરણ પામતા રોજગાર અધિકારો વિશે ગોપનીય રીતે મદદ અને સલાહ મેળવવા માટે તમે પે એન્ડ વર્ક રાઈટ્સ (મહેનતાણા અને કાર્ય અધિકારોની) હેલ્પલાઈનનો 0800 917 2368 પર સંપર્ક કરી શકો છો. રાષ્ટ્રીય લઘુત્તમ રોજગાર અધિકારો, કૃષિના લઘુત્તમ રોજગાર અધિકારો અને તમારી ઇચ્છા વિરુદ્ધ અઠવાડિયે 48 કલાકથી વધુ કામ ન કરવાના તમારા અધિકાર વિશે તે તમને માહિતી પૂરી પાડે છે. જો તમને Employment Agency (રોજગાર એજન્સી) અથવા Gangmaster (ગેંગમાસ્ટર) દ્વારા મહેનતાણું ચૂકવવામાં આવતું હોય તો તમને કયા રોજગાર અધિકારો લાગુ પડે તે અંગેની માહિતી પણ તમે હેલ્પલાઈન પર ફોન કરીને મેળવી શકો છો.

જો તમે આ વિષયે તમારા અધિકારો અંગે વધુ જાણવા માગતા હો, અથવા જો તમને લાગતું હોય કે તમારા નોકરીદાતા તમારા એ અધિકારોને જાળવતા નથી, તો તમે સલાહ માટે હેલ્પલાઈન પર ફોન કરી શકો છો. આ હેલ્પલાઈન એ એક સરકારી નિધિયન ધરાવતી સલાહ સેવા છે.

[પાછા ટોચ પર]


Directgov - Business Link

Updated: 12.10.10