Health and Safety Executive

આ વેબસાઈટ િવશ

HSEના સ્થળાંતર કરીને આવેલા કામદારો અને તેના કર્મચારીઓ માટે કાર્યસ્થળના આરોગ્ય અને સલામતી અંગે આવશ્યક માહિતી, માર્ગદર્શન અને સલાહ પૂરી પાડવા માટે HSEની આ સ્થળાંતરિત કામદારો માટેની વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે.

સ્થળાંતર કરીને આવેલા કામદારો સાથે દુર્વ્યવહાર અને તેમનું શોષણ થવાની સંભાવનાઓ અંગે સરકાર ચિંતિત છે. HSE તેના તમામ કામદારો, તેમના રોજગાર કે ઈમિગ્રેશન સ્થિતિ ગમે તે હોય તે છતાં, કાર્યસ્થળની આરોગ્યપ્રદતા વધારવા માટે અને સલામતી સાચવવા માટે પ્રતિબદ્ધ છે.

આ વેબસાઈટનાં પાનાંઓ વિશેષરૂપે અહીં સ્થળાંતર કરીને આવેલા કામદારો કેવી રીતે આરોગ્ય અને સલામતી કાયદા હેઠળ સુરક્ષિત છે તે સમજાવવા માટે વિકસાવવામાં આવ્યાં છે. તે બ્રિટિશ આરોગ્ય અને સુરક્ષા કાયદા હેઠળ માલિક અને કામદારોની ભૂમિકાઓ અને જવાબદારીઓ અંગે પણ અનિવાર્ય માર્ગદર્શન પૂરું પાડે છે.

રિટિશ આરોગ્ય અને સુરક્ષા કાયદા હેઠળ તમામ કામદારોને સમાન સ્તરની સુરક્ષા મળે છે, પછી તે અહીં કામ કરવા માટે હકદાર હોય કે ન હોય. તે માલિકોને, સ્વ-રોજગાર ધરાવતા લોકોને, રોજગાર ધંધો (જેમાં એજન્સીઓ અને ગેંગમાસ્ટર પણ સમાવિષ્ટ છે) અને પૂરો-સમય, અડધો-સમય અથવા હંગામી કરારના ધોરણે જેમ કે ‘એજન્સી’ કામદારો તરીકે કામ કરતાં તમામ કર્મચારીઓને લાગુ પડે છે.

આ વેબસાઈટ પરની માહિતી માલિક/નોકરીદાતા અને કર્મચારીઓ, એમ માટે ઉપયોગી છે.

બ્રિટનની બહાર કામદારો જે નોકરી લઈ રહ્યા છે તેમાં અને કાર્યસ્થળના વાતાવરણ અને કાર્યસ્થળની રીતભાત જે કદાચ તેમના વતન કરતાં અત્યંત અલગ હોય, ત્યાં અપરિચિત જોખમોનો સામનો આવે તેમ બની શકે છે.

આરોગ્ય અને સુરક્ષા પરની અધિકૃત માહિતી માટે, ચોક્કસ માર્ગદર્શન માટે લખાણમાં અનુસરીને સંબંધિત કાયદો જોઈ શકો છો.

અમારાં પ્રકાશનોનું અંગ્રેજી સિવાય અન્ય ભાષાઓ ભાષાંતર કરવામાં આવ્યું છેપરથી તમે તેને ડાઉનલોડ કરી શકો છો.

HSE ઈન્ફોલાઈને રિ-પાંખીય વાતચીત માટેની s‚g‚v‚d ઊભી કરી છે, જેમાં જયારે ફોન કરનાર અંગ્રેજી જાણકાર ન હોય ત્યારે ઈન્ફોલાઈન સલાહકાર, ફોન કરનાર અને દુભાષિયા, એમ ત્રણ જણ વચ્ચે વાતચીત થઈ શકે છે. આ s‚g‚v‚d આશરે 100 જેટલી ભાષાઓ માટે ઉપલબ્ધ છે. આ પણ જોશો


Directgov - Business Link

Updated: 24.09.10